અંકલેશ્વર સરદાર ભવન ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર દેશના સૈનિકો માટે સ્વૈચ્છિક રકતદાન અને મેજરની કરાઇ રકતતુલા

અંકલેશ્વર સરદાર ભવન ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમવાર દેશના સૈનિકો માટે સ્વૈચ્છિક રકતદાન અને મેજરની કરાઇ રકતતુલા
New Update

માં ખોડલનો દિવ્ય ૫૧ કુંડી યજ્ઞ વિશ્વ શાંતિ માટે કરાયો.

ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત દેશના સેન્યને સમર્પિત સ્વૈચ્છિક રકતદાન શિબિર યોજાઇ હતી. ભારતીય આર્મીના મેજર મિહિરભાઇ પાનસુરીયા અને અન્ય સાત જેટલા આપણી ભારતીય મિલિટરીના જવાનોએ રકતદાન કરી ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ૭૦૧ બોટલ રકત આર્મીને સમર્પિત કરાયું હતું.

રકતદાન શિબિર બાદ મેજર મિહિરભાઇ પાનસુરીયાની રકતતુલા કરવામાં આવી હતી. સરદાર ભવન ખાતે યોજાયેલ સતત ત્રીજા વર્ષે મુખ્ય આચાર્ય હિરેન મહારાજ અને તેમની સાથે ૨૦ જેટલા ભૂદેવોએ વિશ્વ શાંતિ માટે ૫૧ કુંડી યજ્ઞ કરાયો હતો. આ પ્રસંગે સુરતમાં બનેલ દુર્ધટનામાં મૃતક વિધાર્થીઓને આર્મીના જવાનોએ અને સમગ્ર લેઉવા પટેલ સમાજે મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

સુરતની લોક સમર્પણ રકતદાન કેન્દ્ર એન્ડ રીસર્ચ સેન્ટર ધ્વારા અગાઉ પણ ધણા રેકોર્ડ કર્યા છે અને આજે વધુ એક ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે સહયોગ આપી ૭૦૧ બોટલ લોહી એકત્ર કરી તેમાં તેમના પ્રમુખશ્રી હરિભાઇ કથીરિયા, તબીબી ડો. આશિષ કાનાણી અને ડો. કે.જે. સવાણી અને તેમની ટીમનો શ્રી ખોડલધામ યુવા સમિતિ- અંકલેશ્વરે આભાર વ્યકત કર્યો હતો.

#પ્રસંગ
Here are a few more articles:
Read the Next Article