/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-87.jpg)
અંકલેશ્વર શહેરનાં દિવા રોડને અડીને આવેલ સાંઈ રેસીડેન્સીનાં રહીશો દ્વારા નગર પાલિકા દ્વારા તેઓની સોસાયટીમાં સફાઈ કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ઉપરાંત ડોર ટુ ડોર કચરો પણ ઉઘરાવવામાં આવતો ન હોવાનું રોષ પૂર્વક તેઓ જણાવી રહ્યા છે.
એક તરફ નગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે નવા વાહનો શરુ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ દિવા રોડ પરની સાંઈ રેસીડેન્સીના રહીશોએ નગર પાલિકાની સફાઈ કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સાંઈ રેસીડેન્સીના રહીશોએ રોષ પૂર્વક જણાવ્યું હતુ કે નગર પાલિકા દ્વારા તેઓની સોસાયટી માંથી કચરો કલેક્ટ કરવામાં આવતો નથી, જેના કારણે રહીશોએ કચરો નાખવા માટે સોસાયટી થી દૂર ભરૃચી નાકા સુધી લાંબા થવું પડે છે.
જોકે નગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનાં નવા વાહનોની શરૂઆત કરવામાં આવતા હવે સાંઈ રેસીડેન્સીની સફાઈની સમસ્યાનું નિરાકરણ આવશે તેવી આશા રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.