અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો  

New Update
અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો  

અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટનો વાર્ષિક ઇનામ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

publive-image

અંકલેશ્વર ખાતે સેવાકીય પ્રવૃત્તિ કાર્યોમાં સર્વોત્તમ પ્રદાન કરી રહેલ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વાર્ષિક સાધારણ સભા સમાજની સરદાર પટેલ વાડી ખાતે યોજવામાં આવી હતી. જેના મુખ્ય મહેમાન તરીકે સુરતનાં 75 કલાક સુધી વિવિધ ભાષામાં પ્રવચન આપનાર ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતા અશ્વિન સુદાણી ઉપસ્થિત રહ્યા હતા. તો સમાજનાં પ્રમુખ નવીનભાઈ ગોદાણી, સેક્રેટરી પ્રકાશ વેકરીયા, ટ્રસ્ટી વિપુલ ગજેરા, હિંમત શેલડીયા, મનસુખ વેકરીયા, સહિત હોદ્દેદારો અને સમાજ અગ્રણી વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

publive-image

સાધારણ સભા બાદ સમાજનાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા તેમજ મોટિવેશનના ભાગ રૂપે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે સાંજે સમાજનાં બાળકો તેમજ લોકો દ્વારા વિવિધ સાંસ્કુતિક કૃતિ રજુ કરી હતી. અને કાર્યક્રમના અંત ભાગમાં રાત્રીના પ્રીતિ ભોજન બાદ હાસ્ય દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં જાણીતા હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામલીયા અને હિતેશ અંતારા દ્વારા હાસ્ય રસની છોડ ઉડાવી લોકોને ખડખડાટ હસાવ્યા હતા.

Latest Stories