અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર 17 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

New Update
અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર 17 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર ઉમેદવારી નોંધાવાનાં અંતિમ દિવસ સુધીમાં 17 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

ભાજપ અને કોંગ્રેસ સિવાય 7 પ્રાદેશિક અને રાષ્ટ્રીય પાર્ટીઓ એ પણ ફોર્મ ભર્યા છે. 6 જેટલા અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં ઉતર્યા છે. જેડીયુ, આપ પાર્ટી, બી.એસ.પી, બી. એમ,પી સહિતની પાર્ટીનાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર 17 ઉમેદવારોએ 26 જેટલા ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ દ્વારા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ તેમના ડમી ઉમેદવાર તરીકે ભરત પટેલે ઉમેદવારી કરી હતી.

જ્યારે કોંગ્રેસ પક્ષ તરફ થી અનિલ ભગત અને તેમના ડમી ઉમેદવાર તરીકે વસાવા અરવિંદભાઈ નામાંકન કર્યુ હતુ.

આ ઉપરાંત પ્રજાપતિ વિજેશ કુમારે આપણી સરકાર પાર્ટી, સંજયભાઈ સોમાભાઈ પ્રજાપતિ ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી, ચેતન વસાવાએ બહુજન સમાજ પાર્ટી, ક્ષેત્રપાલ શર્મા એ આમ આદમી પાર્ટી, બિપિનભાઈ પટેલ બહુજન સમાજ પાર્ટી, આશાબેન વસાવા જનતાદળ યુ માંથી, અબુદુલ્લા ભાટીયા અપક્ષ, શબ્બીર હુસૈન મલેક અપક્ષ, મારૂવાળા મહોમદ ઈલિયાસ મહોમદ અલી અપક્ષ, શેખ અલ્તાફ હુસૈન કાળું અહેમદ અપક્ષ, અજય ગુમાન વસાવા, અપક્ષ અને ભરથાણીયા જયેન્દ્રસિહ મહેન્દ્રસિંહ અપક્ષ તેમજ બુટાણી રાજેશભાઈ મગનભાઈએ રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

Latest Stories