અંકલેશ્વરઃ AEPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં Mscનો થયો પ્રારંભ

New Update
અંકલેશ્વરઃ AEPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં Mscનો થયો પ્રારંભ

ઇન્સ્ટિટ્યૂટની પ્રથમ બેચમાં 40 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું

અંકલેશ્વર એન્વાયરોનમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા AEPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં M.Sc(ઓર્ગેનિક કેમેસ્ટ્રી)નાં વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રથમ બેચની શરૂઆત આજથી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સ્થિત બેઈલ કોન્ફરન્સ હોલ ખાતે આજે કાર્યક્રમ યુજાયો હતો. જેમાં લ્યુપિનનાં વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. ડી.એમ. ગાંધી તથા અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ મહેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અહીં પ્રથમ બેચમાં 40 વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યું છે. આ તબક્કે કંપનીઓમાં વિઝિટ માત્ર એક જ હોય પરંતુ વધારેમાં વધારે શક્ય થાય એટલી વિઝિટ આ સંસ્થાના વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

અલગ અલગ કંપનીઓમાં વિઝિટ તેમજ જુદી જુદી યુનિવર્સિટીમાં પણ ભવિષ્યને લગતી કામગીરી માટેની વિઝિટ કરાવવામાં આવશે.

Latest Stories