અંકલેશ્વરઃ વહેલી પરોઢે કોલસી ભરેલા ડમ્પરમાં લાગી આગ, હાઈવે ઉપર સર્જાયો ટ્રાફિક જામ

New Update
અંકલેશ્વરઃ વહેલી પરોઢે કોલસી ભરેલા ડમ્પરમાં લાગી આગ, હાઈવે ઉપર સર્જાયો ટ્રાફિક જામ

આજે વહેલી પરોઢે અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કોલસો ભરેલું ડમ્પર ભડકે બળતાં દોડધામ મચી હતી. જોકે ફાયર બ્રિગેડને ઘટનાની જાથ થતાં સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબુ મળવ્યો હતો. હાઈવે ઉપર સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરી બાદમાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો.

સુરત તરફથી આજે વહેલી પરોઢે કોલસી ભરીને ડમ્પર નંબર જીજે 05, બીયુ 6200નો ચાલક ભરૂચ તરફ આવવા નીકળ્યો હતો. દરમિયાન અંકલેશ્વર નજીક આવેલી આમલાખાડીના બ્રિજ ઉપરથી વહેલી સવારે 5.30 વાગ્યાના અરસામાં પસાર થતાં કોઈ કારણોસર ડમ્પરમાં આગ લાગી હતી. જેની જાણ ડમ્પર ચાલકને થથાં રોડ સાઈડ ઉપર ડમ્પર થોભાવી દીધું હતું. ડમ્પરમાં કોલસી ભરેલી હોવાથી આગ ઝડપથી ફેલાતાં આખું ડમ્પર આગની લપેટામાં આવી ગયું હતું. ડમ્પર ચાલકે ફાયય બ્રિગેડને ઘટનાની જાણ કરતાં સ્થળ ઉપર દોડી આવેલા લાશ્કરોએ આગ ઉપર કાબુ મળવ્યો હતો. જોકે ડમ્પર સંપૂર્ણ પણે બળીને ખાક થઈ ગયું હતું. જ્યારે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નહોતી. ડમ્પરમાં લાગેલી આગને પગલે હાઈવે ઉપર વહેલી સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં આગ ઓલવાતાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો.

Latest Stories