અંકલેશ્વર:ખરોડ ચોકડી ઉપર હાઇવા અને ટ્રક વચ્ચે અકસ્માત, બંન્નેવ ચાલકોનો બચાવ

New Update
અંકલેશ્વર:ખરોડ ચોકડી ઉપર હાઇવા અને ટ્રક વચ્ચે અકસ્માત, બંન્નેવ ચાલકોનો બચાવ

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ચોકડી પર બે હાઇવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંન્નેવ ચાલકોનો આબાદ બચાવ થયો હતો.

હાઇવા ટ્રક નંબર-જી.જે.16 એયુ.3214 અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી ખરોડ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન સામેથી પુરપાટ ઝડપે ઘસી આવેલ અન્ય હાઇવા ટ્રક નંબર-જી.જે.વી.7288 સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંન્નેવ ટ્રકના ચાલકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે બનાવની જાન થતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક રહેતામુજ્બ કરાવ્યો હતો.

Latest Stories