/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/dsfgsdgf.jpg)
૪ ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ, શહિદોના પરિવારની મદદ માટે અંકલેશ્વરના ગડખોલ તથા અંદાડાના યુવકો દ્વારા ભેગા મળીને ફંડ ભેગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ બાદ પુલવામા માં શહિદ થયેલા જવાનોના પરિવારને પૂરતી મદદ દેશભર માંથી મળતી જોઈ યુવાનો દ્વારા એકઠા કરેલા રૂપિયા એક લાખના ફંડ એવા પરિવારને આપવાનું નક્કી કર્યું કે જે ભૂતકાળ માં જવાન શાહિદ થયા હોય અને તેનો જરૂરિયાતમંદ પરિવાર હોય
જે અંગે તપાસ કરતા વડોદરામાં રેહતા અને ૧૯/૦૧/૨૦૧૧ ના શહીદ થયેલ અમર જવાન શહીદ દીપક પાવરનું પરિવાર ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર બાદ અંકલેશ્વરના ગડખોલ તથા અંદાડાના યુવાનો દ્વારા જાતે જ રૂબરૂ વડોદરા જઈ આ રૂપિયા એક લાખની રકમનો ચેક શહીદ દીપક પાવરના ૭ વર્ષના પુત્ર રાજવીર દીપક પવારના નામે લખી આપી આ રકમ અર્પણ કરી હતી.