અંકલેશ્વરના ગોયા બજાર માંથી વિદેશી સિગારેટના જથ્થા સાથે વેપારીને ઝડપી પડતી ભરૂચ SOG

New Update
અંકલેશ્વરના ગોયા બજાર માંથી વિદેશી સિગારેટના જથ્થા સાથે વેપારીને ઝડપી પડતી ભરૂચ SOG

અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ પી.એમ.હજારીવાલા સ્ટોરમાંથી ભરૂચ

એસ.ઓ.જી.પોલીસે વિદેશી સિગારેટના જથ્થા સાથે વેપારીને ઝડપી પાડી કાયદેસરની

કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ એસ.ઓ.જી.પોલીસનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન

બાતમી મળી હતી કે ગોયા બજારમાં આવેલ પી.એમ.હજારીવાલા સ્ટોરમાં વિદેશી કંપનીની

સિગારેટના બોક્ષ પર કેન્સર કે  બીમારી દર્શાવતી ચેતવણી વિનાનો સિગારેટનો જથ્થોનો ગેરકાયદેસર

વેપલો ચાલે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી સિગારેટના બોક્ષ મળી

કુલ ૧૦ હજારના મુદ્દામાલ સાથે અંબિકા સોસાયટીમાં રહેતા મનહરલાલ નટવરલાલ

હજારીવાલાને ઝડપી પાડી તેના વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો નોંધી વધુ

તપાસ હાથ ધરી છે.