New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/c0325dac-d160-4613-b44f-0fe5256b8839-copy.jpg)
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતેથી એક મહિલાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી આવ્યો હતો.
ભાદી ગામ પાસેના એક નાળા માંથી વિકૃત અવસ્થામાં મહિલાનો મૃતદેહ મળ્યો હતો, સ્થાનિકોને આ અંગેની જાણ થતા લોક ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડયા હતા. અને તાલુકા પોલીસ દ્વારા મહિલાના મોત સંદર્ભેની તપાસ અને ઓળખવિધિ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના શરીર પર ઇજાના નિશાન દેખાતા તેણીની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યુ છે.
Latest Stories