અંકલેશ્વરના સંજાલી ગામ પાસે રેલ્વેની અડફેટમાં આવી જતા એક અજાણ્યા ઇસમનું મોત

New Update
અંકલેશ્વરના સંજાલી ગામ પાસે રેલ્વેની અડફેટમાં આવી જતા એક અજાણ્યા ઇસમનું મોત

લાસના કોઈપણ સગા સંબંધીઓ મળી આવેલ નથી

અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ સંજાલી ગામ રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી.

જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજ્યું હતું. જેથી અંકલેશ્વર તાલુકા પોલીસે આ અજાણ્યા ઇસમની લાશ નો કબજો મેળવીને પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ અજાણ્યા ઇસમની લાશને અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી હતી. આ લાવારીશ લાસના કોઈપણ સગા સંબંધીઓ મળી આવેલ નથી. જેથી તાલુકા પોલીસે હાલ તો બિનવારસી લાશનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories