/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/ank-fainans-babal-04-e1511616156765.jpg)
અંકલેશ્વરનાં ઓમકાર કોમ્પલેક્ષમાં ફાઇનાન્સ ઓફિસમાં નાણાં મુદ્દે હથિયારો સાથે મારામારીની ઘટના પ્રકાશમાં આવી હતી.
અંકલેશ્વરનાં ભડકોદરા ગામ ખાતે આવેલ ગોકુલ સોસાયટી બી / 8માં રહેતા પ્રવિણસીંગ જગદીશસીંગ ઓમકાર કોમ્પલેક્ષ ખાતે આવેલ અંકલેશ્વર બચત ધિરાણ સહકારી મંડળીનાં વહીવટદાર બીરબલકુમાર હરિસીંગ પાસે પ્રવિણસીંગ તેમજ તેમની પત્ની અને 2 ઈસમ બચતનાં નાણાં પરત લેવા માટે ગયા હતા./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/11/ank-fainans-babal-02-1024x768.jpg)
જે મુદ્દે બંને વચ્ચે તકરાર થતા વહીવટદાર તેમજ ઓફિસમાં નોકરી કરતા અજય યાદવ અને અંજુ યાદવ દ્વારા ઉશ્કેરાય જઈને પ્રવિણસીંગ તેમજ તેમના મિત્ર અને પત્નીને ચપ્પુ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.
તમામ ઈજાગ્રસ્તને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસ મથકે પ્રવિણસિંગએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
જ્યારે સામે પક્ષે સહકારી મંડળીનાં વહીવટદાર બીરબલ કુમાર હરિસીંગે પણ મીઠાલાલ, તેમની પત્ની તેમજ યાદવ અને અન્ય એક ઈસમ વિરુધ્ધ તલવાર અને લાકડાનાં સપાટા વડે ઓફિસમાં આવી રૂપિયા માંગી અચાનક હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
બંને ઘટનાઓ અંગે જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.