અંકલેશ્વરનાં જુના સક્કરપોર ભાઠા ગામ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન યોજાયુ

New Update
અંકલેશ્વરનાં જુના સક્કરપોર ભાઠા ગામ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન યોજાયુ

અંકલેશ્વર તાલુકાનાં જુના સક્કરપોર ભાઠા પ્રાથમિક શાળા જુના સક્કરપોર ખાતે શાળાનાં પૂર્વ આચાર્ય ઉર્મિલાબેન દ્વારા શાળા ખાતે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

શાળાનાં તમામ 296 બાળકો તેમજ શિક્ષકો અને આમંત્રિત મહેમાનો દ્વારા સમૂહમાં તિથિ ભોજનનો સ્વાદ માણ્યો હતો.

આ પ્રસંગે શાળા પરિવાર ઉર્મિલાબેનનું ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Latest Stories