અંકલેશ્વરનાં ભાજપ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પત્ની અને દીકરી સાથે કર્યુ મતદાન

New Update
અંકલેશ્વરનાં ભાજપ ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે પત્ની અને દીકરી સાથે કર્યુ મતદાન

અંકલેશ્વર હાંસોટ વિધાનસભાનાં ભાજપનાં ઉમેદવાર અને રાજ્ય સરકારનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાનાં પરિવાર સાથે કુડાદરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતુ.

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પરથી સતત ચોથી ટર્મ માટે ભાજપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.ઈશ્વરસિંહ પટેલે પોતાની પત્ની વર્ષબેન અને દીકરી ધરતી સાથે હાંસોટ તાલુકાનાં કુડાદરા ગામ ખાતેની પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ હતુ.

ઈશ્વરસિંહ પટેલની દીકરી ધરતીએ મિડીયા સાથેની વાતચીતમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાનો અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો,તેમજ તેઓનાં પિતાની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યકત હતો.

જ્યારે ઈશ્વરસિંહ પટેલે ચૂંટણી પ્રચાર દરમિયાન મળેલા જનસમર્થન થી તેઓ મોટી સરસાઈ થી ચૂંટણી જંગમાં વિજય બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Latest Stories