/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/ank-manlga-darshan-02.jpg)
અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર, નારાયણ ડેરા મંદિર, સાંઈ મંદિર, રામકુંડ તીર્થ ખાતે છેલ્લા એક મહિના થી ચાલી રહેલા મંગલા દર્શન ઉત્સવનાં અંતિમ દિવસે દર્શનનો વહેલી પરોઢે ભક્તોએ લ્હાવો લીધો હતો.
પતંગ ઉત્સવ એટલે ઉતરાયણ પર્વ સામાન્ય રીતે મકરસંક્રાંતિ પર્વ 14મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોકત રીતે જોઈએ તો મકરસંક્રાંતિની તારીખો બદલાતી રહી છે. 16 અને 17મી સદીમાં આ પર્વ 9 થી 10 જાન્યુઆરીએ જ્યારે 17મી સદીનાં અંત ભાગમાં તેમજ 18 અને 19મી સદીમાં 11, 12, 13 જાન્યુઆરીએ આ પર્વની ઉજવણી થતી હતી.
20મી સદીમાં 14મી જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. તો 20મી સદીનાં અંત ભાગમાં 21મી સદીમાં 14, 15 અને 16 જાન્યુઆરીનાં રોજ આ પર્વ ખરી રીતે ઉજવવામાં આવતો હોય છે. વર્ષ 2016માં પણ મકરસંક્રાંતિ પર્વ 15મી જાન્યુઆરી ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી. અનુલક્ષીને ચાલુ વર્ષે ફરી 14મી જાન્યુઆરીનાં રોજ અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે 14 નાં રોજ સવારે છેલ્લા એક મહિના થી ચાલતા મંગલા આરતી ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
અંતિમ દિવસે યોજવામાં આવેલ મંગલા દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરનાં મહંત જગદીશલાલજી મહારાજનાં સાનિધ્યમાં લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે હવે દર એક બે વર્ષેનાં અંતરે મકરસંક્રાંતિ પર્વનો ક્રમ બદલાતો રહેશે. વર્ષ 2019 અને 2020નાં વર્ષમાં 15 જાન્યુઆરીનાં રોજ ઉજવાશે જે ક્રમ આગામી 2030 સુધી ચાલતો રહેશે.