/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/ank-harti-farati-klinig-dukan-02.jpg)
અંકલેશ્વરનાં રાઘવ ખત્રી નામનાં યુવાને પોતાની બાઈક પર કાર ક્લિનિક સેન્ટર ઉભુ કર્યુ છે. 80 હજારનાં ખર્ચમાં બાઈક પર કોમ્પ્રેસર, જનરેટર અને બેટરી વડે કાર ક્લિનિક એર અને પાણી વોશિંગ સિસ્ટમ ઉભી કરી છે. મોબાઈલ ફોન પર કોલ આવતા જ કાર ઘરે કે ઓફિસ કે પછી કંપની પર હોય ત્યાં આવી વોશ કરી આપે છે.
અંકલેશ્વરમાં પુરે પૂરું ગ્રેજ્યુએશન પણ નહિ મેળવેલા અને માર્કેટીંગ કરતા યુવાને રોજીરોટી મેળવાનો આજનાં ફાસ્ટ સમયમાં નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. ઈન્ટરનેટની મદદ થી ઓનલાઇન રિસર્ચ કરી અંદાજીત દોઢ લાખ ઉપરાંત ખર્ચ કર્યા પછી બાઈક પાછળ એક અનોખી કીટ ઉભી કરી છે.
જેમાં એક કોમ્પ્રેસર, જનરેટર, અને બેટરીની મદદ થી મોબાઈલ કાર સર્વિસિંગ સેન્ટર ચલાવી રહ્યા છે. રાવધ ખત્રી નામનો આ યુવક બાઈક પર કોલ મળતા તેવો કાર માલિકનાં ઘરે કે ઓફિસ કે પછી જે સ્થળ પર હોય ત્યાં પહોંચી જાય છે, અને તેમની પાસે થી 50 લીટર પાણી એક કારબામાં લઇ સ્થળ પર જ કારની ક્લિનિંગ, વેક્યુમ, સહિત સફાઈ કરી આપે છે.
આ અંગે વધુ વાતચીત કરતા રાઘવ ખત્રી જણાવ્યુ હતુ કે માર્કેટિંગ કરતો હતો અને પોતાનો વ્યવસાય કરવા માંગતો હતો તે પણ એવા વ્યવસાય શોધમાં હતો જે રોજિંદો ચાલે અને આવક પણ વધુ આવે તે માટે ઇન્ટરનેટ પર સર્ચ કરી અંતે આ કીટ બનાવી છે. જે 80 હજાર રૂપિયાની છે. જનરેટર સત્તત ચાલવા માટે બેટરી લગાવી છે. જે કોમ્પ્રેસર ચલાવે છે, જેના વડે એર અને પાણી પમ્પીંગ કરે છે. જેની મદદ થી કાર સ્થળ પર જ સાફ કરી આપુ છું. હાલ તો આ મોબાઈલ કાર સર્વિસ સેન્ટર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.