/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/maxresdefault-31.jpg)
યુવાનો દ્વારા વિવિધ વાનગીઓ વેચીને મળેલ નફાની રકમ જરૂરીયાત મંદ બાળકો માટે દાન કરશે
અંકલેશ્વર જીઆઈડીસીનાં નવજીવન ગ્રાઉન્ડ ખાતે લાઈફ લાઈન ફાઉન્ડેશનનાં ઉપક્રમે ફૂડ ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીનાં યુવાનો દ્વારા સંચાલિત લાઈફ લાઈન ફાઉન્ડેશન દ્વારા તારીખ 4થી ફેબ્રુઆરી રવિવારની સાંજે નવજીવન ગ્રાઉન્ડ ખાતે ફૂડ ફેસ્ટિવલનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા વિવિધ વાનગીઓનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા જે નફો મળ્યો છે તેનો ઉપયોગ આ યુવાનો દ્વારા અનાથ બાળકો તેમજ આર્થિક રીતે તદ્દન પછાત વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક કાર્ય માટે દાન કરવામાં આવશે.યુવાનો દ્વારા કરવામાં આવેલા આ સાહસને સૌ કોઈ બિરદાવી રહ્યુ છે.અને આ ફેસ્ટિવલની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈને ચટાકેદાર વાનગીઓની મજા માણી હતી.
લાઈફ લાઈન ફાઉન્ડેશનની અર્ચિતા શાહએ જણાવ્યુ હતુ કે ફૂડ ફેસ્ટિવલની સાથે ટેલેન્ટ હન્ટમાં પણ યુવા મિત્રોએ ડાન્સ પર્ફોમન્સ કર્યુ હતુ,તેમજ ફૂડ ફેસ્ટિવલ થકી મળેલો નફો જરૂરિયાતમંદ તેમજ અનાથ બાળકો માટે ડોનેટ કરવામાં આવશે.