અંકલેશ્વરનાં હજાત ગામની કેનાલમાં નીલ ગાય ખાબકી

New Update
અંકલેશ્વરનાં હજાત ગામની કેનાલમાં નીલ ગાય ખાબકી

અંકલેશ્વર હજાત અને હરિપુરા ગામ વચ્ચે કેનાલમાં નીલ ગાય ખાબકતા તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકાનાં હજાત અને નવા હરિપુરા ગામ વચ્ચે થી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં રાત્રીના અંધકારમાં નીલગાય ખાબકતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. publive-imageજે અંગે ગ્રામજનોને સવારે જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સજોદ ગામનાં પૂર્વ સરપંચ નવનીતભાઈ આહીર તેમજ શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે સહિત વન અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ભારે જહેમતે દોરડાનાં સહારે નીલગાયને કેનાલ માંથી બહાર કાઢવામાં આવી હતી જ્યાં સ્થાનિક પશુ ચિકિત્સકને પણ બોલાવી નીલગાય ચાલી શકે તે માટે સ્થળ પર તેનો ઈલાજ કરવામાં આવ્યો હતો.

Latest Stories