અંકલેશ્વરની વિદ્યાર્થીની એ આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

New Update
અંકલેશ્વરની વિદ્યાર્થીની એ આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

અંકલેશ્વરની વિદ્યાર્થીની યામિની પટેલે મુંબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કરાટે કોમ્પિટિશન માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

f5974811-47f1-420b-b1ba-c708b0de3f98

અંકલેશ્વરની પી પી સવાણી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી યામિની ભાવેશભાઈ પટેલે તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ મુંબઈના અંધેરી સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કુડો જુનિયર વર્લ્ડ કપની કરાટે કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.

f10269d2-1213-440f-b02b-bbe3464eee41

આ સ્પર્ધામાં વિશ્વના 25 દેશોના રમતવીરોએ પણ ભાગ લીધો હતો. જોકે અંડર-16 માયનસ 54 કિલોની કેટેગરીમાં યામિની પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ વિજેતા ક્રમાંક હાંસલ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

516ffe86-a3c8-4f56-b1c4-cf0ba14ed960

યામિની પટેલ કરાટેના નિષ્ણાંત પ્રિયંકા રાણા અને નવસારીના વિસ્પી કાસદ પાસે તાલીમ મેળવી રહી છે. યામિનીની આ સિદ્ધિ બદલ તેના પરિવારજનો, શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા છે.

Latest Stories