અંકલેશ્વરની વિદ્યાર્થીની ના મતદાર જાગૃતિ સંદર્ભેના ચિત્રની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

New Update
અંકલેશ્વરની  વિદ્યાર્થીની ના મતદાર જાગૃતિ સંદર્ભેના ચિત્રની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓલ ઇન્ડિયા સ્કૂલ ડ્રોઈંગ કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અંકલેશ્વરની વિદ્યાર્થીનીના મતદાર જાગૃતિ અંગેના ચિત્રની રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ પસંદગી કરવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં ઓલ ઇન્ડિયા સ્કૂલ ડ્રોઈંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત ભરૂચ જિલ્લાની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

10 પૈકી બે ચિત્રની કૃતિઓને રાજ્ય કક્ષાએ મોકલવામાં આવી હતી.જેમાં અંકલેશ્વર ની ટી.એમ. શાહ એન્ડ એ.વી.એમ.વિદ્યામંદિર ની વિદ્યાર્થીની આયુષી વિજયભાઈ પંચાલ ની કૃતિને રાજ્યકક્ષાએ બીજા નંબર પર પસંદગી પામી હતી.

unnamed (4)

જોકે આયુષીની "યુવા શક્તિ જાગે મજબૂત ભારત માટે છોડો લાલચ-વચન મતદાન"ચિત્ર ની કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવતા નવી દિલ્હી ખાતે યોજાયેલ સ્પર્ધા માં પ્રથમ પસંદગી પામી હતી.

આયુષીના ચિત્રની રાષ્ટ્રીય કક્ષાએ એ પ્રથમ પસંદગી બદલ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ તેને શુભેચ્છા પાઠવી છે અને આયુષીની આ સિદ્ધિને ભરૂચ જિલ્લાનું ગૌરવ ગણાવ્યુ હતુ.

Latest Stories