New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/ank-srvan-school-01.jpg)
અંકલેશ્વર ખાતેની શ્રવણ વિદ્યાભવનમાં જેસીઆઈનાં સહયોગ થી વેલેન્ટાઈન ડે નિમિત્તે પ્રાથમિક વિભાગમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે જેસીઆઈનાં ઝોન પ્રમુખ હિરેન શાહ, શાળાનાં પ્રમુખ કિશોર સુરતી,આચાર્ય દિપીકાબેન મોદી, પ્રાથમિક વિભાગનાં એચઓડી મીનાબેન શાહ, શાળાનાં શિક્ષક મિત્રો તથા જેસીઆઈ ગૃપનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાનાં પ્રાથમિક વિભાગનાં બાળકોએ ચિત્ર સ્પર્ધા, વેસ્ટ માંથી બેસ્ટ, ડિબેટ સ્પર્ધા , વકૃત્વ સ્પર્ધા , સલાડ ડેકોરેશન સહિતની સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ઉપરાંત પ્રાથમિક વિભાગનાં શિક્ષકો દ્વારા નાટક પણ રજુ કરવામાં આવ્યુ હતુ.
સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Latest Stories