અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે 69માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

New Update
અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે 69માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે 69માં ગણતંત્ર દિનની ઉજવણી પ્રસંગે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનાં સિનિયર બ્રાન્ચ મેનેજર જયપ્રકાશનાં હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

જયારે શાળાનાં પ્રમુખ એલ બી પાંડે, ટ્રસ્ટી અનુરાગ પાંડે, રૂચિતા પાંડે તેમજ અતિથિ તરીકે ઉપસ્થિત શ્રીધર પાંડે, એ એન મિશ્રા સહિત બ્રિજેશ રાયે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓ એ પરેડ સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

Latest Stories