અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં મેઘધનુષી વાર્ષિક રમતોત્સવની ઉજવણી

New Update
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં મેઘધનુષી વાર્ષિક રમતોત્સવની ઉજવણી

અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં મેઘધનુષી વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

publive-image

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ભારતીય ક્રિકેટ ટીમનાં બોલર મુનાફ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિએશનનાં ઉપાધ્યક્ષ ઇસ્માઇલ મતાદાર , અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં પીએસઆઇ પૂજા કુંવર રાઠોડ , તેમજ કડકિયા કોલેજનાં પ્રાધ્યાપિકા જયશ્રીબેન ચૌધરી, શાળા ટ્રસ્ટનાં ઉપપ્રમુખ કિશોર સુરતી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

publive-image

આ અવસરે શાળાનાં વિદ્યાર્થીઓએ સામુહિક સૂર્ય નમસ્કાર કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.ક્રિકેટર મુનાફ પટેલે વિદ્યાર્થીઓમાં છુપી પ્રતિભાને ઉજાગર કરવા અંગે પ્રોત્સાહન પૂરુ પાડયુ હતુ.

publive-image

જ્યારે શાળાનાં દર્પણ ગણાતા વિવેકામૃત મેગેઝીનનું વિમોચન પણ કરવામાં આવ્યુ હતુ.

Latest Stories