અંકલેશ્વર:નેશનલ હાઇવે ઉપર પેટ્રોલ પંપ પાસે સુતેલા કાવડયાત્રીનું ટ્રકની અડફેટે કરૂણ મોત

New Update
અંકલેશ્વર:નેશનલ હાઇવે ઉપર પેટ્રોલ પંપ પાસે સુતેલા કાવડયાત્રીનું ટ્રકની અડફેટે કરૂણ મોત

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલાં દેવાધિદેવ મહાદેવ ઉપર જળાભિષેક કરવા હજારોની સંખ્યામાં કાવડયાત્રીઓ દ્વારા નર્મદાજળ લઈ જવા પદયાત્રા યોજવામાં આવે છે. જેમાં સુરતના શ્રી ન્યુ કાશી વિશ્વનાથ ધામ કાવડયાત્રી સંધ દ્વારા તા.૨૭મીની સવારથી સુરતથી ૬૦૦ જેટલા કાવડ યાત્રીકો ભરૂચ ખાતે પદયાત્રા કરી નર્મદાજળ લેવા આવી પહોંચ્યા હતા.publive-imageજયાંથી નર્મદા જળ ભરી પરત સુરત જતી વેળા કાવયાત્રા સંધના એક કાવડયાત્રી વિશ્વામ અર્થે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ નજીકના પેટ્રોલ પંપ ઉપર સાઇટ ઉપર સુતો હતો. દરમિયાન કોઇ અજાણ્યા ત્રક ચાલકે તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ અંકલેશ્વર શજેર પોલીસને કરાતા પોલીસે અકસ્માત ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલ ટ્રક ચાલકની શોધ આરંભી છે.

Latest Stories