New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/sdfsf-2.jpg)
અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી સામે અંકલેશ્વર ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના યુવા આગેવાનો દ્વારા રાહદારીઓને છોડનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ૫૦૦ જેટલા છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ,શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને નોટીફાઈડ એરિયાના પ્રમુખ તુષાર પટેલ,તાલુકા ભાજપના પ્રમુખ અનીલ વસાવા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories