અંકલેશ્વરમાં BJP સ્થાપના દિનની ઉજવણી, કાર્યકરોએ બાળકોને આપ્યો નાસ્તો

New Update
અંકલેશ્વરમાં BJP સ્થાપના દિનની ઉજવણી, કાર્યકરોએ બાળકોને આપ્યો નાસ્તો

ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પાર્ટીનો 39મો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારનાં ભાજપના કાર્યકરો દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 2 માં વોર્ડના સભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો માર્ગો ઉપર યાત્રા કાઢવામાં આવી હતી. બાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં જઈને બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાજપાના સ્થાપના દિવસની મુંબઈ ખાતે ભવ્ય ઉજવણી થવાની છે. ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અંકલેશ્વરથી મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો અને આગેવાનો મુંબઈ જવા રવાના થયા હતા.

Latest Stories