અંકલેશ્વરમાં ચોટલીકાંડનો સિલસિલો યથાવત, વધુ એક મહિલા ભોગ બની

New Update
અંકલેશ્વરમાં ચોટલીકાંડનો સિલસિલો યથાવત, વધુ એક મહિલા ભોગ બની

અંકલેશ્વરમાં મહિલાની ચોટલી ભેદી રીતે કપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે લોકોમાં અસમંજસની પરિસ્થિતિ સર્જાય છે.

અંક્લેશ્વમાં પરપ્રાંતિય વિસ્તાર મીરા નગર થી મહિલાની ચોટલી કાપવાની ઘટનાનો સિલસિલો શરુ થયો હતો,ત્યાર બાદ સૌરમ્ય સોસાયટી, અને હવે શાંતિ નગરમાં એક મહિલાની ચોટલી કપાતા સ્થાનિક લોકોમાં ભારે કુતુહલ સર્જાયુ છે.

જાણવા મળ્યા મુજબ શાંતિ નગરમાં રહેતી મહિલાએ એક ભયાનક વાનર જેવું પ્રાણી જોયું હતુ, અને તેનો હાથ પકડવા જતા તે ગાયબ થઇ ગયુ હતુ, અને મહિલાની ચોટલી કપાય ગઈ હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યુ છે.

ઘટના બાદ મહિલાની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.રહસ્યોનાં વમળો સર્જનાર ચોટલીકાંડ પાછળ કોઈક તોફાની તત્વોનો જ હાથ હોવાનું લોકો માની રહ્યા છે, અને પોલીસ દ્વારા પણ યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.

Latest Stories