અંકલેશ્વરમાં ચોટીકાંડમાં CID દ્વારા કરવામાં આવી તપાસ

New Update
અંકલેશ્વરમાં ચોટીકાંડમાં CID દ્વારા કરવામાં આવી તપાસ

અંકલેશ્વર મહિલાઓની ચોટલી કપાવવાની ત્રણ ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ ફફડાટનો માહોલ સર્જાય ગયો હતો. જોકે રાજ્ય સરકાર દ્વારા આ અંગેની તપાસ CIDને સોંપવામાં આવતા અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

અંકલેશ્વરમાં ત્રણ ચોટીકાંડની ઘટના અંગેની જરૂરી તપાસ અર્થે CIDનાં Dysp પી.પી.પીરોજીયા સહિતની ટીમ અને મનોવૈજ્ઞાનિક આવી પહોંચ્યા હતા, અને એક કિશોરી સહિત ચોટીકાંડનો ભોગ બનેલી મહિલાની ઉલટ તપાસ કરી હતી.

Dysp પી.પી.પીરોજીયાએ મીડિયાને આ અંગે જણાવ્યુ હતુ કે ત્રણેય ઘટનાઓ કોઈ ગુનાહિત કાવતરાના ભાગ રૂપે બની નહોતી. જોકે આ ઘટનાઓને અંજામ કઇ રીતે અપાયો હશે તેની કોઈ સ્પષ્ટતા પણ CIDના અધિકારીએ કરી નહોતી.

Latest Stories