અંકલેશ્વરમાં નર્મદા માતાજીનાં મંદિરે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

New Update
અંકલેશ્વરમાં નર્મદા માતાજીનાં મંદિરે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે ત્રિ દિવસીય નર્મદા મૈયા પુનઃ સ્થાપન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આગામી 18 થી 21 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક વિધિ યોજવામાં આવશે. પંચાતી બજાર સ્થિત 200 વર્ષ જુના મંદિરની નર્મદા માતાજીની મૂર્તિનું ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે સ્થાપન કરવામાં આવશે.

અંકલેશ્વર પંચાતી બજાર સ્થિત 200 વર્ષ જુના નર્મદા માતાજીનાં મંદિર ખાતે આગામી 18 ફેબ્રુઆરીનાં રોજ માતાજીની મૂર્તિનું પુનઃસ્થાપન પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે નવ નિર્મિત મંદિરમાં સ્થાપન કરવામાં આવશે.

18 ફેબ્રુઆરીનાં રોજ નર્મદા માતાજી પંચાતી બજાર થી ધર્મયાત્રા નીકળી ભરૂચીનાકા, ચૌટા બજાર થઇ ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે પધારશે. બીજા દિવસે 19મી ફેબ્રુઆરીનાં રોજ સવારે 8 વાગ્યે યજ્ઞ પ્રારંભ કરી યજ્ઞ નારાયણ સાથે મંડપ દેવપુજન કરી સાંજે 4 કલાકે પૂજા સંપન્ન થશે અને સાંજે આરતી 4:30 કલાકે યોજવામાં આવશે.

20મી ફેબ્રુઆરીનાનાં રોજ સવારે 8 કલાકે પ્રાતઃ પૂજન, સવારે 11 કલાકે મૂર્તિ સ્થાપન વિધિ, બપોરે 12:30 કલાકે ધાન્યાધિવાસ અને પ્રસાદ વાસ્તુ તેમજ 3 વાગ્યે દેવાલય સ્થાપન, શિખર કળશ સ્થાપન વિધિ યોજવામાં આવશે. સાંજે 4 કલાકે શૈયાધિવાસ અને ન્યાસ વિધિ યોજ્યા બાદ 4:30 કલાકે સાંયપૂજા અને આરતી યોજાશે.

આ ઉપરાંત અંતિમ દિવસે 21 ફેબ્રુઆરીનાં રોજ સવારે 8 કાલકે પ્રાતઃ પૂજા, સવારે 10:30 કલાકે દિક્ષુ હવન અને 11:30 કલાકે પિંડીકાધિવાસ અને બપોરે 2:30 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજવામાં આવશે, અને સાંજે 4 કલાકે પુર્ણાહુતી યોજાયા બાદ 5 થી 8:30 મહાપ્રસાદી યોજવામાં આવશે.

ત્રિ દિવસ સુધી ચાલનાર વિવિધ ધાર્મિક પ્રસંગોમાં ભાગ લેવા અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને મંદિર ટ્રસ્ટ તેમજ નર્મદા માતાજી મંદિરનાં સેવાચિત્રી અને પ્રેરણામૂર્તિ મનોરમાબેન જોષી દ્વારા જાહેર આમંત્રણ પાઠવામાં આવ્યુ છે.

Latest Stories