/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/ank-reli-01.jpg)
ભરૂચની ખાનગી સ્કૂલની વિદ્યાર્થીની જોડે બનેલ દુષ્કર્મની કોશિષ પ્રકરણમાં કડક પગલા ભરવાની માંગ સાથે અંકલેશ્વર મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં રેલી યોજવામાં આવી હતી.
અંકલેશ્વર ખાતે કાર્યરત મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ , વિદ્યાર્થીની, યુવતી સાથે બનતા દુષ્કર્મોમાં ગુનેગારો સામે કડક પગલા ભરવાની માંગ સાથે રેલી યોજી હતી. જે ખાસ કરી તાજેતરમાં ભરૂચની ખાનગી સ્કૂલ ખાતે શાળા શિક્ષક દ્વારા વિદ્યાર્થીની જોડે કરેલ ઘટના પ્રકરણમાં રેલી યોજવામાં આવી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2017/12/ank-reli-02-1024x576.jpg)
આ રેલી જોગર્સ પાર્ક થી જીઆઈડીસી વિસ્તારમાં ફરી હતી, રેલીમાં મા શક્તિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટનાં રીતુ પ્રજાપતિ , મીનાબહેન,શ્રદ્ધા ચૌહાણ સહિતનાં સભ્યો જોડાયા હતા,અને ગટ્ટુ ચોકડી પાસેનાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પગુચ્છ પણ અર્પણ કર્યા હતા.ઉપરાંત સ્ત્રી અત્યાચાર અને સ્ત્રી સાથે થતા દુષ્કર્મમાં આરોપી સામે કડક પગલા ભરવાની માંગ પણ તેઓએ કરી હતી.