/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/hqdefault-11.jpg)
રાજસ્થાનમાં પરંપરાગત રીતે ઉજવાતા ગણગૌર પર્વની ઉજવણી અંકલેશ્વરમાં પણ ધર્મભીની રીતે કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજની મહિલાઓ દ્વારા ભક્તિરસ ની સાથે માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ.
હોળીના બીજા દિવસથી 16 દિવસ સુધી રાજસ્થાનમાં સૌથી મોટા તહેવારમાં ના એક ગણગૌર પર્વની ઉજવણી કરવામાં આવે છે.સમાજની નવ વિવાહિત સ્ત્રીઓ દ્વારા આ પ્રસંગે ગણગૌર માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે.
સ્ત્રીઓ દ્વારા ઢોલ અને ત્રાસના તાલે ગણગૌર અને ઈશર માતાના ભક્તિરસનું ગાન કરવામાં આવે છે અને ઘરમાં માતાજીની પધરામણી કરીને પૂજન અર્ચન કરે છે.જેને બંદોરો કહેવામાં આવે છે.
અંકલેશ્વર જીઆઇડીસી ની આવકાર સોસાયટીમાં રહેતા સત્યનારાયણ પારીકના ઘરે ગણગૌર માતાની દબદબાભેર પધરામણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજની અંદાજિત 100 થી વધુ મહિલાઓએ રાજસ્થાની પરંપરા મુજબ ભક્તિ ગીત,નાચગાન કરીને માતાજીનું પૂજન કર્યુ હતુ.
ધર્મભીના પ્રસંગ અંગે ભરૂચ ના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ એસ.એમ.પારીકે જણાવ્યુ હતુ કે રાજસ્થાન ગણગૌર મોટો તહેવાર છે,જે રીતે ગુજરાતમાં ગૌરીવ્રત ઉજવવા માં આવે છે તે રીતે રાજસ્થાનમાં ગણગૌરની ઉજવણી નવવિવાહિત સ્ત્રીઓ દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવે છે.