/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/maxresdefault-51.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે, અને રાજકીયપક્ષો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં નવસર્જન યાત્રા યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 1લી નવેમ્બરનાં રોજ ભરૂચ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા અને અંકલેશ્વરમાં તેઓ જનસભાને સંબોધિત કરશે.
રાહુલ ગાંધી તારીખ 1 નવેમ્બરનાં રોજ પ્રથમ સવારે 10 : 30 કલાકે ભરૂચનાં જંબુસર થી યાત્રાની શરૂઆત કરશે અને ભરૂચ બાદ બપોરે 3 કલાકે રાહુલ ગાંધીની અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ જયાબેન મોદી હોસ્પિટલ નજીક જાહેરસભા યોજાશે.
આ પ્રસંગે રાજ્યસભાનાં સાંસદ અહમદ પટેલ, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિતનાં કોંગ્રેસનાં દિગજ્જ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
અંકલેશ્વરમાં રાહુલ ગાંધીની સભાને લઈને ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે રાહુલ ગાંધીને પ્રત્યક્ષ સાંભળવા માટે ભરૂચ જિલ્લા સહિતનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.