/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/VBKRAHULGANDHI.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે, અને રાજકીયપક્ષો દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં નવસર્જન યાત્રા યોજવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તારીખ 1લી નવેમ્બરનાં રોજ ભરૂચ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યા છે.
રાહુલ ગાંધી તારીખ 1 નવેમ્બરનાં રોજ પ્રથમ સવારે 10 : 30 કલાકે જંબુસર થી યાત્રાની શરૂઆત કરશે. જ્યાં રાહુલ ગાંધીનું કોંગ્રેસનાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને ગાંધી આ પ્રસંગે જનસભાને સંબોધન પણ કરશે.
ત્યારબાદ આમોદ, સમનીમાં રાહુલ ગાંધીની નવસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. જ્યારે બપોરે 12 કલાકે દયાદરા ગામ ખાતે જાહેરસભાને રાહુલ ગાંધી સંબોધિત કરશે. આ ઉપરાંત દેરોલ વાગરા ચોકડી, કંથારીયા, પટેલ વેલ્ફેર હોસ્પિટલ, જંબુસર ચોકડી, મહંમદપુરા સર્કલ, પાંચબત્તી ભરૂચ, રેલવે સ્ટેશન ભરૂચ ખાતે પણ તેઓનું કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ભરૂચ બાદ બપોરે 3 :15 વાગ્યે રાહુલ ગાંધીની અંકલેશ્વર વાલિયા રોડને અડીને આવેલ જયાબેન મોદી હોસ્પિટલ નજીક જાહેરસભા યોજાશે. અને ત્યારબાદ વાલિયા બસ સ્ટેન્ડ નજીક પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે.