અંકલેશ્વરમાં રાહુલની સભા પહેલા મુખ્ય માર્ગ પરનાં બેનરો હટાવાયા

New Update
અંકલેશ્વરમાં રાહુલની સભા પહેલા મુખ્ય માર્ગ પરનાં બેનરો હટાવાયા

ભરૂચ જિલ્લામાં રાહુલ ગાંધીનાં પ્રવાસ દરમિયાન અંકલેશ્વરમાં પણ તેઓની જાહેરસભા યોજાવાની છે. અને રાહુલ ગાંધીને આવકાર આપવા માટે કોંગ્રેસ દ્વારા માર્ગ પર બેનરો લગાવવામાં આવ્યા હતા, જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી હતી.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની અંકલેશ્વરમાં યોજાનાર જનસભાને હવે માત્ર ગણતરીનાં કલાકો જ બાકી છે, તે અગાઉ ચૂંટણી તંત્ર દ્વારા સ્ટેશન રોડ માર્ગ પર કોંગ્રેસ સમિતિ દ્વારા લગાવવામાં આવેલા બેનરો હટાવવામાં આવ્યા હતા. જેના કારણે કોંગ્રેસ સમિતિએ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

Latest Stories