અંકલેશ્વરમાં સગીર દીકરા સાથે શારીરીક અડપલાં કરનાર સાવકી માતાની ધરપકડ

New Update
અંકલેશ્વરમાં સગીર દીકરા સાથે શારીરીક અડપલાં કરનાર સાવકી માતાની ધરપકડ

અંકલેશ્વર જીઆઇડીસીને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારમાં સાવકી માં પોતાના સગીર દીકરા સાથે શારીરિક અડપલા કરવાના મામલામાં જી.આઈ.ડી.સી. પોલીસે સાવકી માતાની મુંબઈ ખાતે થી ધરપકડ કરી લઇ આવી હતી અને માતાની પૂછપરછ આરંભી હતી.

ગત તારીખ ૭ મી માર્ચમાં રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ હદ વિસ્તારમાં એક ૧૩ વર્ષના બાળક સાથે તેની સાવકી માતાએ શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જે અંગે તેનાજ પતિ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. રૂઢીચસ્ત ધર્મ સમાજમાં પરપ્રાંતીય પરિવાર બનેલી ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી બનાવ સંદર્ભે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે મથક સાવકી માં સામે બાળકની આપવીતીના આધારે પોલીસે ગુનો નોધી પોસ્કો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ઘટના પ્રક્રશમાં આવતા સાવકી માતા ફરાર થઇ ગઈ હતી જે અંગે જીઆઇડીસી પોલીસે તપાસ દરમિયાન સાવકી માતા મુંબઈ ખાતે હોવાની માહિતી મળતા પોલીસની એક ટીમ પી.એસ.આઈ. એમ.કે. પટેલ સાથે રવાના થઇ હતી અને માહિતી આધારે સાવકી માતાની ધરપકડ કરી અંકલેશ્વર લઇ આવી હતી અને તેની આકરી પૂછપરછ આરંભી હતી.

Latest Stories