/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/cc2f77e3-ddb3-46fb-8adf-b8157abd66b3.jpg)
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની સાથે અંકલેશ્વરમાં એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટીક ફ્રી બનાવવાના ઉદ્ધેશ સાથે આજે ફેરિયાઓ સાથે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સહકાર મંત્રી અને અંકલેશ્વર હાંસોટનાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં અંકલેશ્વરનાં શારદાભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરનાં વેપારીઓ અને ફેરીયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે મંત્રી ઈશ્વરસિંહ પટેલે વેપારીઓ સાથે વાત કરતાં પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવા માટે અનુરોધ કર્યો હતો. અને શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવામાં સહયોગ આપવા અપિલ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારીઓ, ફેરીયાઓ અને લારી ગલ્લાના સંચાલકોને કાગળની બેગનું વિતરણ કરી પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડાવા જણાવાયું હતું. શારદા ભરન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અંકલેશ્વર નગર પાલિકાના હોદ્દેદારો, પાલિકાના કર્મચારીઓ, શહેર ભાજપનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.