અંકલેશ્વર:હાઇવેની હોટલ પાછળ મહિલાએ કરી ફાંસો ખાઇ આત્મહત્યા,રહસ્ય અકબંધ

New Update
અંકલેશ્વર:હાઇવેની હોટલ પાછળ મહિલાએ કરી ફાંસો ખાઇ આત્મહત્યા,રહસ્ય અકબંધ

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મૂળ મધ્ય પ્રદેશની અને હાલ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ અન્સાર માર્કેટ સ્થિત ચટપટા હોટલ પાછળ રહેતી ૨૦ વર્ષીય ભારતીબેન સુનિલભાઈ દાસે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતકના મૃતદેહનો કબજો મળેવી તેણીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.જો કે આ મહિલાના મોત વિષે અનેક તર્ક વિતર્કો સર્જાવા સાથે મોતનું રહસ્ય હજુ અકબંધ રહેવા પામ્યું છે.

Latest Stories