New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/maxresdefault-179.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીની બચપન પ્લે સ્કૂલ દ્વારા તારીખ 27મીની સાંજે એઆઈએ હોલ ખાતે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે શાળાનાં ભુલકાઓએ જંગલબુક, સરસ્વતી વંદના સહિતની રચનાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને કાર્યક્રમમાં ભાગલેનાર બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બચપન પ્લે સ્કૂલનાં વાર્ષિક મહોત્સવમાં ઉર્મિશ ગાંધી,સંકેત શાહ,સંજય રાવલ તેમજ જનેશ ભટ્ટ તથા ગુમાન પટેલ સહિત શાળાનાં ડાયરેક્ટર વિમલ પાઠક, કિરીટ ભટ્ટ , ગોપાલ શાહ તથા બચપન સ્કુલનાં આચાર્ય મોહિનીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories