અંક્લેશ્વર જીઆઇડીસીની ગોવરનાથજી હવેલી ખાતે રમોત્સવ ઉજવાયો

New Update
અંક્લેશ્વર જીઆઇડીસીની ગોવરનાથજી હવેલી ખાતે રમોત્સવ ઉજવાયો

અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની શ્રી ગોવરનાથજી હવેલી ખાતે તારીખ 10મી ડિસેમ્બર રવિવારનાં રોજ પુષ્ટિ યુવા ગૃપ દ્વારા બાળકો માટે રમોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.

વલ્લભકુલ આચાર્ય શ્રી અનિરુદ્યલાલજી મહોદયની આજ્ઞના થી પુષ્ટિ ગૃપ દ્વારા રમોત્સવમાં લીંબુ ચમચી,કોથળા દોડ , સંગીત ખુરશી, રેસ, કબડ્ડી સહિતની રમતોમાં 200 થી પણ વધુ 5 વર્ષથી 16 વર્ષ સુધીનાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે આચાર્ય શ્રી અનિરુદ્યલાલજીએ આર્શીવચન પાઠવ્યા હતા અને બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Latest Stories