અંક્લેશ્વર માંથી ડુપ્લીકેટ ચલણથી ખરીદી કરતુ દંપતી ઝડપાયુ

New Update
અંક્લેશ્વર માંથી ડુપ્લીકેટ ચલણથી ખરીદી કરતુ દંપતી ઝડપાયુ

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીકનાં કોમ્પલેક્ષમાં બનાવટી ચલણથી ખરીદી કરતા દંપતીની જીઆઇડીસી પોલીસે ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપીઓ પાસેથી શંકાસ્પદ વસ્તુઓ પણ કબ્જે કરી હતી.

અંકલેશ્વર રાજપીપળા રોડને અડીને આવેલ મીરા નગરનાં ગોપીનાથ રો હાઉસમાં રહેતા અમિતકુમાર ભવરલાલ ચૌધરી નજીકમાં આવેલ હેપ્પી કોમ્પલેક્ષમાં માતાજી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ધરાવે છે.તેમનાં સ્ટોર પર તારીખ 28મીએ એક મુસ્લિમ દંપતી ખરીદી અર્થે આવ્યુ હતુ,અને બનાવટી ચલણી નોટ વટાવીને તેઓએ ખરીદી કરી હતી.

publive-imageઆ અંગેની જાણ મેડિકલ સ્ટોરનાં માલિક અમિત ચૌધરીને થતા તેઓએ જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી.અને પોલીસે ભેજાબાજ દંપતી શહેનાઝબાનુ રસીદખાન પઠાણ અને તેનો પતિ રસીદખાન અબ્દુલ વહાબ પઠાણ, રહેવાશી શેરપુરા, નિશાળ ફળિયુ, તાલુકો જિલ્લો ભરૂચ અને મૂળ રહેવાશી 15 નિમાઝનગર, અમીના મસ્જિદ પાસે, વટવા અમદાવાદનાં ઓ ની ધરપકડ કરી હતી.

publive-image

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપી દંપતી પાસેથી રૂપિયા 100નાં દરની બનાવટી નોટો નંગ 233 જપ્ત કરી હતી.વધુમાં સાચી ચલણી નોટો જેમાં રૂપિયા 50,20,10 તથા 5નાં દરની મળીને રૂપિયા 4085 રોકડ પણ પોલીસે કબ્જે કરી હતી.

publive-image

વધુમાં જીઆઇસીડી પોલીસની તપાસમાં આ દંપતી પાસેથી લીલા કલરનાં ચલણની નોટો ઉપર ચોંટાડવાની પેટ્ટીનાં ચળકતા ટુકડાઓ, એક નાની સ્ટીલની કાતર, કલરની ડબ્બી, સ્પ્લેન્ડર પ્લસ બાઈક તેમજ લેપટોપ, બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

publive-image

ઉલ્લેખનીય છે કે આરોપી દંપતી અમદાવાદ થી જ બનાવટી ચલણ લાવ્યા હોવાનું પણ ભરૂચ એસઓજી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે, અને એસઓજીએ અમદાવાદ સુધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

publive-image

Latest Stories