New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/erfwerf.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જીલ્લા મા કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાઇ રહે તે સારૂ અસરકારક પગલા લેવા સુચના મળેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર -વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર વાલીયા રોડ ઉપરથી એક ટેમ્પો નંબરGJ-05-AV -9029માં ભરેલ ફુલ ૨૦૦ બોરી ઘઉંના જથ્થા સાથે ટેમ્પો ડ્રાઇવર અશોકભાઇ હીરાભાઇ વસાવા રહે- દુમાલા માલપોર તા-ઝઘડીયા જી-ભરૂચને રોકી લઇ ટેમ્પામા ભરેલ ઘઉંના જથ્થાના બિલ તથા આધાર પુરાવાની માંગણી કરતા રજુ કરેલ નહી. જેથી પોલીસને મળી આવેલ ઘઉં નો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. પોલીસ ટીમે ૨૦૦ બોરી ઘઉંની કુલ કી.રૂપિયા.૦૨,૦૦,૦૦૦/- તથા ટેમ્પો તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂપિયા ૦૫,૦૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Latest Stories