અંજાર મોમાઈ નગરના બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી ૫.૮૦ લાખની ચલાવી લૂંટ

New Update
અંજાર મોમાઈ નગરના બંધ મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી ૫.૮૦ લાખની ચલાવી લૂંટ

અંજારના રેલવે ફાટક પાસે આવેલા મોમાઈ નગરના બંધ રહેણાંક મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવી ૫.૮૦ લાખની લૂંટ ચલાવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.

અંજારના રેલવે ફાટક પાસે આવેલા મોમાઈ નગરમાં આવેલા રહેણાંક મકાનના માલિક ધંધાર્થે મુંબઇ ગયા હતા. દરમિયાન તસ્કરોએ ઘરમાં પ્રવેશી સેટી પલંગમાં છુપાવેલા ૨.૯૦ લાખ રોકડા અને ૨.૯૦ લાખના સોનાના દાગીના મળી ૫.૮૦ લાખની લૂંટ ચલાવી છે.સોનાના હાર , વિટી , કાનની બુટ્ટી ,માળા , ચેઇન, પેંડલ મળી ૨૯૦ ગ્રામ સોનાની લૂંટ થઈ છે રહેણાંક એરિયામાં મસમોટી લૂંટ થતા આસપાસ ના રહેવાસીઓમાં ગભરાટ મચી જવા પામ્યો છે બનાવ અંગે અંજાર પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Latest Stories