/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/sunny.jpg)
ગુજરાતના ભાવનગરમાં 7 થી 9 એપ્રિલ દરમિયાન જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો કપનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં બોલીવુડના સુપરસ્ટાર અભિનેત્રી અને અભિનેતા હાજરી આપશે.
જેમાં આ ટુર્નામેન્ટમાં હાજરી આપવા માટે બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી સની લિયોન અને કીર્તિ સેનન જેવી હોટ હિરોઈનો પણ હાજરી આપશે, આ ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, સ્થાનિક ખેલાડીઓ કોમ્બિનેશનથી બનેલી 6 ટીમો ભાગ લેશે, આ ટુર્નામેન્ટ માટે 24 ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવશે , જેમાં 10 હજાર દર્શકો મેચની મજા માણી શકે તેવું સ્ટેડિયમ ઉભું કરવામાં આવી રહ્યુ છે.
ગુજરાત પોલો કપના પ્રણેતા ચિરાગ પારેખ મિડીયાને જણાવ્યુ હતુ કે પોલોનાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે સ્ટાર સૈફ અલી ખાન,સન્ની લિયોન,કીર્તિ સેન, સૂરજ પંચોલી સહિતના સ્ટાર અને દેશના પ્રખ્યાત ડાન્સરો પણ હાજર રહશે આ ઉપરાંત દેશમાંથી રોયલ ફેમલીના લોકો અને સરકારના પ્રતિનિધિઓ પણ હાજર રહશે તેમ જાણવા મળ્યુ છે.