/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/04124519/maxresdefault-44.jpg)
સુશાંતસિંહ રાજપુતના મોત બાદ સમગ્ર દેશમાં ડ્રગ્સની ચર્ચા ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં પણ હવે યુવાધન કફ સીરપના રવાડે ચઢયું હોવાની વિગતો બહાર આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ખેડા નજીકથી કફ સીરપના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે…
અમદાવાદ . ગ્રામ્ય એસઓજીએ બાતમી મળી હતી કે ખેડા વિસ્તારમાં નશાકારક કફ સીરપ નો લાખો રૂપિયાનો માલ ગેરકાયદેસર રીતે મુકવામાં આવ્યો છે.. જેના આધારે પોલીસે રેડ કરી એક લક્ઝુરિયસ કાર અને નશાકારક કફ સીરપ ના ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા રૂપિયા 8.44 લાખ ના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.. પકડાયેલા બંને આરોપીઓમાંથી એક નશીલા પદાર્થોના વેચાણ ના મુખ્ય ષડયંત્ર કાર ભરત ચૌધરી નો ભાઈ હરીશ પુખરાજજી ચૌધરી છે.. આરોપી હરીશની સાથે તેનો સાગરીત અમિત પાલ પણ ઝડપાઈ ગયો છે...પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ અને આજ પ્રકરણમાં અગાઉ પકડેલા ચાર આરોપીઓની તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે.નશીલી દવા ની ગેરકાયદેસર હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર ભરત ચૌધરી રાજ્યભરની અનેક દવાની કંપની તથા ફાર્માસ્યુટિકલ કંપનીના સીધા સંપર્કમાં છે.. એટલું જ નહીં નશાકારક કફ સીરપના ગેરકાયદેસર વેચાણના તાર સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર પણ જોડાયેલા હોય તેવું પોલીસ માની રહી છે... હાલ તો ગ્રામ્ય એસઓજીએ ખેડામાં VRL લોજિસ્ટિક કમ્પનીના ગોડાઉનમાંથી નશીલી દવાનો આ ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડયો છે.