અમદાવાદ : ગાર્ડન અને ઝૂ ને તાળાબંધી, વેપારીઓની આપવીતી ગુજરાન કેવી રીતે ચલાવવું?

New Update
અમદાવાદ : ગાર્ડન અને ઝૂ ને તાળાબંધી, વેપારીઓની આપવીતી ગુજરાન કેવી રીતે ચલાવવું?

રાજ્યમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે રાજ્યના ચાર મહાનગરોમાં અમદાવાદ અને સુરતમાં બાગ બગીચાઓ આજે સવારથી બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના ખૌફને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારથી શહેરના તમામ બાગ-બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝૂ પણ બંધ કરવામાં આવ્યાં છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આજથી બંધ કરી દેવાયા છે, જેથી હવે મોર્નિંગ વૉક કરનાર પણ હેરાન થશે તો સવારથી બાગ બગીચાઓ બહાર ધંધા વેપાર કરતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે વેપાર કરતા લોકોનું કેહવું છે કે આમ અચાનક બગીચાઓ બંધ કરી દેતા અમને આર્થિક નુકશાન થઈ રહ્યું છે. કમાનાર એક વ્યક્તિ હોઈ તો ગુજરાન કેવી રીતના ચાલે આમ એએમસીના નિર્ણય સામે જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું હોવાથી મ્યુનિ. ટીમે લૉ-ગાર્ડનનું કપડાંબજાર અને વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલા કર્ણાવતી પગરખાં બજારને બંધ કરાવી દીધું હતું. મ્યુનિ. 255 ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે વિવિધ વિસ્તારમાં મોલ, મલ્ટિપ્લેક્સ, પાર્ટી પ્લોટમાં તપાસ કરી લોકોના સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવા માટે સમજાવ્યા હતા. દરમિયાન રાત્રે લૉ ગાર્ડન ખાતે કાપડ સહિતની ચીજોના વેચાણ સ્થળે મોટી સંખ્યામાં નાગરિકોની ભીડ જોવા મળી હતી. એને ધ્યાનમાં લેતાં મ્યુનિ. તંત્ર દ્વારા આ જગ્યાઓ બંધ કરાવી હતી

Latest Stories