અમદાવાદ : ગુજરાતમાંથી 10થી વધુ સનદી અધિકારીઓ જશે બિહાર, જુઓ કેમ

New Update
અમદાવાદ :  ગુજરાતમાંથી 10થી વધુ સનદી અધિકારીઓ જશે બિહાર, જુઓ કેમ

બિહારમાં ત્રણ તબકકામાં થનારી વિધાનસભાની ચુંટણી માટે ગુજરાતમાંથી વિજય નહેરા સહિત 10થી વધારે અધિકારીઓને નિરિક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે..

બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી છે, જેને લઈને તાબડતોબ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના કોરોના વિવાદમાં ફસાયેલા વિજય નેહરા સહિત 11 IAS અધિકારીને ચૂંટણીમાં ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીપંચના નિયમ અનુસાર, પોતાના વતનના IAS અધિકારીઓને ઓબ્ઝર્વરની જવાબદારી સોંપી શકાતી નથી. આ પહેલાં ચૂંટણી માટે માત્ર 10 અધિકારીને નક્કી કરાયા હતા, પરંતુ હવે આ લિસ્ટમાં વધુ બે અધિકારીનાં પણ નામ ઉમેરવામાં આવ્યાં છે. જેમાં વિજય નેહરા, પી. ભારતી, રૂપવંતસિંઘ, કે.એલ. બચાણી, દિલીપકુમાર રાણા, લોચન સહેરા, ડી.ડી. કાપડિયા, અનુપમ આનંદ, સંદીપકુમાર, બી.કે. પંડ્યા અને એમ.આઈ.પટેલનાં નામ સામેલ છે. આ તમામ અધિકારીઓનું વર્ચ્યુઅલ બ્રિફિંગ સેશન ચૂંટણીપંચે યોજ્યું હતું તો પોલીસ ઓબ્ઝર્વર અને આઇટી ઓબ્ઝર્વર માટે પણ તાલીમ યોજવામાં આવી હતી. 

Latest Stories