/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/07134102/maxresdefault-75.jpg)
જો આપની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ કાર છે, અને જો તમે તમારી કારની ચોરી નહી થાય તેવું માની બેફિકર બની ગયા છો, તો તમારે ચેતવાની જરૂર છે. કારણ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસે એક એવા સ્માર્ટ ચોરની ધરપકડ કરી છે, જે મોંઘીદાટ કારની ડુપ્લિકેટ ચાવી બનાવી કાર ચોરી કરતો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં 12 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલાયો છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસની ગિરફ્તમાં ઉભેલો આરોપી સત્યેન્દ્રસિંહ શેખાવત મોંઘીદાટ કારઓની ચોરી કરવાનું કાંડ કરતો હતો. આરોપી માત્ર મોંઘીદાટ કારને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો. જેમાં ગુન્હો આચરવાની મોડસઓપરેડી સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સત્યેન્દ્રએ કાર ચોરી કરવા માટે કી-ડેટા સ્કેનર અને કી-કટીંગ નામના 2 મશીન ચાઈનાથી મંગાવ્યા હતા. સત્યેન્દ્ર કોઈપણ કારના વર્કશોપમાં જઈ સ્ટાફની નજર ચૂકવી મોંઘીદાટ કારની કી-ડેટા સ્કેનરની મદદથી ડુપ્લિકેટ ચાવી બનાવી તે કારમાં જીપીએસ ફિટ કરી ફરાર થઈ જતો હતો. અને જ્યારે કાર શહેરની બહાર નીકળે ત્યારે તેનો પિછો કરી પોતાની પાસે રહેલી ડુપ્લિકેટ ચાવીની મદદથી તેની ચોરી કરી ફરાર થઈ જતો હતો.
સમગ્ર મામલે આરોપી સત્યેન્દ્રસિંહ શેખાવતની વધુ પૂછપરછ કરતા બહાર આવ્યું હતું કે, તેણે માસ્ટર ઓફ બિઝનેશ એડમીસ્ટ્રીશન એટલે કે, એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સત્યેન્દ્રએ યૂટ્યુબની મદદથી કી-કટર મશિન વસાવ્યુ અને બનાવટી ચાવી બનાવતા શીખ્યો, જેના આધારે તે મર્સિડીઝ જેવી મોંઘી કારની પણ બનાવટી ચાવી તૈયાર કરી ચોરી કરતો હતો. ઉપરાંત આરોપી પોલીસથી બચવા માટે જ્યાંથી કારની ચોરી કરે ત્યાં તૂટેલા કાચનો ભુક્કો કરી ગાડીની પાર્કીંગ લાઈટ ચાલુ કરી ચોરી કરતો હતો. જેથી પોલીસ કાચ તોડીને ચોરી કરનાર ગેંગની પાછળ લાગી જતી. આરોપી ચોરી કરેલી કાર રાજ્સ્થાન બોર્ડર પરના ગામોમાં વેચી દેતો હતો. સત્યેન્દ્ર શેખાવતે ગુજરાત, બીકાનેર, ગાઝીયાબાદ અને ચેન્નાઈ, બેંગ્લોર સહિત અનેક શહેરોમાંથી કાર ચોરીને અંજામ આપી ચુક્યો છે. જેથી હવે ચોરીની કાર ક્યા અને કોને વેચાતી હતી તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.