અમદાવાદ : દિવાળીની ખરીદી દરમ્યાન ૧નું મોત, ફરસાણની દુકાનમાં થઈ હતી ઝપાઝપી

New Update
અમદાવાદ : દિવાળીની ખરીદી દરમ્યાન ૧નું મોત, ફરસાણની દુકાનમાં થઈ હતી  ઝપાઝપી

અમદાવાદના પૂર્વ વિસ્તારના વસ્ત્રાલમાં દશેરાના આગલા દિવસે ચવાણાની દુકાનઝપાઝપી થતા આરોપીએ મૂઢ મારતા તથા ફરિયાદી પર હાથ ચાલાકી થતા માથાના પાછળનાભાગે વાગતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન ફરિયાદી મૃત્યુ પામતા આરોપીને રામોલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો હવે લોકો કદાચ ધીરે ધીરે પોતાની માનસિકતા સંકુચિત કરતા જાય છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદના વસ્ત્રાલમાં આવેલી ક્રિષ્ના ચવાણાના વેપારી જોડે બની હતી.

ત્યારે જો વાત કરવામાં આવે તો નવરાત્રિના દશેરા અગાઉ આરોપી અને મરના વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે આ મામલે ઇસ્મે આરોપીને કહ્યું દુકાનની બહાર નીકળી જા ત્યારે કિશનને ગાળો બોલતા અને સામસામે લાકડીઓ લઇ આવી બંનેને ખભાના ભાગે તથા માથાના મૂઢ ઈજાઓ થતા ઇસમને સિવિલમાં ખસેડવામાં આવતા તેને મૃતજાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે જો વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દર ઈસમ દર વખતે ચવાણા નીદુકાને આવીને નાસ્તો લઈ જતો અને તેના પૈસા આપતો ન હતો. ત્યારે આરોપી દ્વારા પૈસા માગવામાં આવ્યા હતા. પરંતુ તે દાદાગીરી કરતા હતા અનેઆ બંને વચ્ચે આ મામલે ઝપાઝપી વધુ થતાં ઈસમને માથાના પાછળના ભાગે વાગતા જેને સારવારઅર્થે સિવિલમાં દાખલ કરતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે રામોલ પોલીસ દ્વારાઆરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મારામારીમાં વાપરેલ હથિયાર કબજે કરી આગામીતજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા કલમ 302 ૨૯૪ ૧૧૪ તથાજી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Latest Stories