/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/sadsad.jpg)
બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી પાર્ટી યોજી હતી
અમદાવાદ ખાતે એક યુવાનની ધાબા પર બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા પરિવારને વસ્ત્રાપુર પોલીસે અચાનક છાપો મારી ત્રણ યુવતી સહિત પરિવારના ૧૦ સદશયોની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદવાદના બોડકદેવના રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારૂની મહેફિલ માણતા હોવાની વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી. રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર યુવક યુવતીઓની દારૂની મહેફિલ ચાલે છે. પોલીસે 4 નંબરના બંગલામાં રેડ કરી ત્રણ યુવતીઓ અને 7 યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં. પોલીસને બે ખાલી દારૂની બોટલો મળી હતી. પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. બર્થ ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે મોહિલ પટેલ (ઉ.વ 27, રિજન્ટ પાર્ક બંગલોઝ, બોડકદેવ), કિર્તન પટેલ (ઉ.વ 23, સોમેશ્વર પાર્ક, થલતેજ), ગિરીશ ફુલવાણી (ઉ.વ 26, હરેકૃષ્ણ ટાવર, ઉસ્માનપુરા), કરણ પટેલ (ઉ.વ 24, ત્રિશુલા ટાવર, હેબતપુર), ચિરંતન વિક્રમ શાહ (ઉ.વ 27, વર્ધમાન ફ્લેટ, નવરંગપુરા), શીખા વિક્રમ શાહ (ઉ.વ 26, વર્ધમાન એપાર્ટમેન્ટ, નવરંગપુરા),
કુશાન કંસારા (ઉ.વ 26, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઇટ), હિમાની કુશાન કંસારા (ઉ.વ 24, કપિધ્વજ બંગલોઝ, સેટેલાઈટ), રિષભ ગુપ્તા (ઉ.વ 24, ત્રિશુલ વાટિકા, હેબતપુર), દેવયાની પટેલ (ઉ.વ 25, હિન્દૂ કોલોની, નવરંગપુરા) તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.