અમદાવાદ : બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓની રખાય છે સારસંભાળ

New Update
અમદાવાદ :  બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓની રખાય છે સારસંભાળ

શહેરનું એક એવું પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસ કર્મચારીઓની વિશેષ સારસંભાળ લેવામાં આવી રહી છે. પોલીસને જમવાની વ્યવસ્થા હોય કે પછી બીમારીમાં સારવાર લેવાની કે પછી સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારીઓ. આ પોલીસ સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધા પોલીસ કર્મચારીને આપવામાં આવી રહી છે કોરોનાના કપરા સમયગાળા દરમિયાન પોલીસ કર્મચારીઓએ પોતાના જીવની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર બનીને કામ કર્યું છે. પોલીસ કર્મચારીઓ ત્યારે પણ સમયની પરવા કર્યા વગર હંમેશા પોતાની ફરજ પર હાજર હોય છે ત્યારે આવા પોલીસ કર્મચારીઓની ચિંતા કરીને શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ ગુણવત્તાવાળુ જમી શકે તે માટે કેન્ટીન, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતાં હોય તેવા પોલીસ કર્મચારીઓ શાંતિથી વાંચી શકે તે માટે લાયબ્રેરી બનાવવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાના કપરા સમયમાં ફરજ દરમિયાન અનેક પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે ત્યારે આવા પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં રહીને જ સારવાર લઈ રહી શકે તેના માટે આઈસોલેશન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ રૂમમાં માસ્ક, સેનેટાઈઝર કરો અને નાશ લેવા માટેના મશીન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

વીઓ_02 એટલું જ નહીં આ પોલીસ સ્ટેશનના કેન્ટીનમાં સામાન્ય વ્યક્તિ પણ માત્ર નજીવો ચાર્જ ચૂકવીને ગુણવત્તાવાળું ભોજન લઇ શકે છે. કોઈપણ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનના કેન્ટીનમાં જો ભોજન લેવા માગતો હોય તો તેણે એક મહિનાના માત્ર રૂપિયા 900 ચૂકવવાના રહેશે. જેમાં તેણે સવારનો નાસ્તો બપોર અને રાત્રિનું ભોજન પણ આપવામાં આવશે.અમદાવાદ નું આ પોલીસ સ્ટેશન રાજ્યનું એક માત્ર પોલીસ સ્ટેશન છે જ્યા આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે

વીઓ_03 શહેર પોલીસ અધિકારી અચલ ત્યાગીનું કેહવું છે કે પોલીસ નો ચેહરો કડક હોઈ છે પણ અમારી ફોર્સ ડિસિપ્લિન ફોર્સ છે અને પોલીસ ફોર્સમાં બહારથી પણ આવતા હોઈ છે તેને રેહવાની અને જમવાની તકલીફ પડતી હોઈ છે ત્યારે આ સુવિધાથી તેમને પડતી તકલીફ ઓછી થશે તો જ્યારે બહારની ફોર્સ પણ આવે ત્યારે તેમના માટે પણ આ ઉપયોગી સાબિત થાય આમ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશને રાજ્યની પોલીસ અને રાજ્યના પોલીસ સ્ટેશનનો ને નવી રાહ આપી છે

Latest Stories